મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૧)

From Ekatra Wiki
Revision as of 04:57, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૩૧)

નરસિંહ મહેતા

સેજ ઉપર બીજી સેજ રચીને, ત્યાંહાં મારા વહાલાને પોઢાડું રે;
બોલંતી, ચાલંતી રમઝમ કરતી જેમ પિયુનું ઉર થાય ટાઢું રે.
સેજ
સંપત્તિ નહોતી દિન આટલડા, મન માંહે રહેતો વિચાર રે;
હવાં ફૂલ ફૂલ્યાં, પરિમલ અતિ વાધ્યો, વિવિધ વસન સુખસાર રે.
સેજ
પોઢો પીતાંબર! પરમ પુરુષોત્તમ! પૂરો મારા મનના કોડ રે;
સાંભરે તો વચે વચે સામું જોજો: ભણે નરસૈંયો કર જોડ રે.
સેજ