મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ચાનક અંગ

From Ekatra Wiki
Revision as of 06:46, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચાનક અંગ

અખાજી

હઠ કરીને ઓળખ હરિ, નહિ તો કાચો જીવ જાશે નીસરી.
જ્યમ નીંભાડે ભાજન કાચું રહ્યું, ન સર્યું કામ માટીથું ગયું.
છતી બુધ્યે હરિ ન અભ્યસ્યો, હવે ડાહ્યા ડેહેકાણા જશો.          ૨૧૪