મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણજંગ કડવું ૧
Revision as of 07:31, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
કડવું ૧
વજિયો
ગુણસમુદ્ર ગણ સરસ્વતિ, પૂજીને કહું કર જોડ: હ.
રણજંગ લંકા કીધો રાઘવ, ગાઉં ગુણ પા ઘોડ— ૧
જાનકી–કારણ જગત ત્રિ જાણે સાયર બાધી પાજ;
લીધા પેહિલી આપી લકા, ભોગવે છે આજ— ૨
બોહોતેર ક્રોડ છે રીંછ રાયને. કપિ પડ્મ અઢાર;
ત્રિકૂટ વીંટ્યો વાનરે, આવ્યો અયોદ્ધા દ્વાર— ૩
શેષ સળક્યો ધ્રુવ ધ્રમક્યો, ચળવળ્યા રવિ ચદ્ર;
આગળ હાકવાગે હનુમંતની, (ત્યારે) ઉધ્રક્યો ભડઇદ્ર— ૪
સીતાછળ સેતબંધ બાંધી, ઉતર્યો અણભંગ;
લંકાગઢ તળે સુરકાજ રાઘવ રચ્યો મહા રણજંગ— ૫