મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ કડવું ૧
Revision as of 07:47, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
કડવું ૧
પ્રેમાનંદ
રાગ રામગ્રી
શ્રી શંભુસુતને આદ્ય આરાધું જી, મન-કર્મ-વચનો સેવા સાધું જી;
ચૌદ લોક જેહને માને જી, તેના ગુણ શું લખીએ પાને જી? ૧
..............
સેવું બ્રહ્મતનયા સરસ્વતી, જે રૂપ મનોહર માત;
તું બ્રહ્મચારિણી ભારતી, તું વૈષ્ણવી વિખ્યાત; ૬
શ્વેત વસ્ર ને શ્વેત વપુ, શ્વેત વાહન હંસ,
વિશ્વંભરી વરદાયિની, કરો કોટિ વિધ્નનો ધ્વંસ; ૭
..................
પદબંધ બાંધું કથા કેરો, કહું આખ્યાન ઓખાહરણ રે;
વદે વિપ્ર પ્રેમાનંદ: માતા! કરો ગ્રંથને પૂર્ણ રે. ૧૫