મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /૩. દાણ માગે રે કાનુડો...

From Ekatra Wiki
Revision as of 09:12, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. દાણ માગે રે કાનુડો...|પ્રેમાનંદ}} <poem> ‘દાણ માગે રે કાનુડો દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩. દાણ માગે રે કાનુડો...

પ્રેમાનંદ

‘દાણ માગે રે કાનુડો દાણ માગે રે;
આજ લગે નહીં સાંભળ્યું, કોણે લીધું આગે રે.
કાનુડો દાણ માગે રે.

આગે અધેલાનું ગોરસું રે, તેનો પૈસો જોઈએ રે;
વેપારી દીઠો આ વ્રજનો, જો સમૂળગો ખોઈએ રે!

આ મટુકીમાં મિરાત મોટી: છે છાશનું પાણી રે;
ઓછી વસત પર, શામળા! તું કિહાંનો દાણી ર?

ભાંગી કોડી, રે ભૂધરા! નહીં આપીએ બોણી રે;
અમો ફરી જાશું ગોકુળમાં, રાખો છાશની દોણી રે.’

પ્રેમાનંદ-પ્રભુ બોલિયા: ‘શાને આકળાં થાઓ રે?
છાશની દોહોણીને શું કરું? દાણ આપીને જાઓ રે.’