મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫૩.રામકૃષ્ણ
Revision as of 05:12, 16 August 2021 by MeghaBhavsar (talk | contribs)
૫૩.રામકૃષ્ણ
રામકૃષ્ણ(૧૮મી પૂર્વાર્ધ)
આ પદકવિએ ગોપીૃકૃષ્ણ-પ્રીતિનાં સુંદર પદો રચ્યાં છે.
૨ પદો
૧
આવે વહાલો લટકંતો ગોપાલ:
સાંજ સમે સુરભિ લઈ આગળ, દીનાનાથ દયા. આવે૦
મોર-મુકુટ મકરાકૃત કુંડલ, નીલવટ તિલક રસાલ;
પલવટડી રે પીતાંબર કેરી, ઉર વૈજ્યંતી માલ. આવે૦
જય જયકાર કરે સુર નર મુનિવર, ગુણ ગાયે ગોવાળ;
રામકૃષ્ણ રસ દિન દિન ચઢતો દીનાનાથ દયાળ. આવે૦
૨
હરિ શું કરીએ રે સંસારને, મુને વળગ્યા રે વરી પ્રાણ;
હું તો તમથી તેણે અળગી રે, મારા પ્રીતમ પરમ સુજાણ. હરિ૦
મુને મોહનમુખ દીઠા વિના, મારી દુર્બળ થઈ છે દેહ;
રાત દિવસ જાએ ઝુરતાં, જોઉં છું ચાતક જલ મેહ. હરિ૦
ચર્ણ તમારાં ચિત્ર ધરું, મારે હરનિશ એહ આધાર;
આવો રામકૃષ્ણ પ્રભુ પાતળા, મારી વહેતી તે કરજો. વાર. હરિ૦