મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૧૦

From Ekatra Wiki
Revision as of 11:07, 16 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૦|ગંગાસતી}} <poem> અભિયાસ જાગ્યા પછી બહુ ભમવું નહિ ને, ::: ને ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૧૦

ગંગાસતી

અભિયાસ જાગ્યા પછી બહુ ભમવું નહિ ને,
ને રે’વું ભેદવાદીની સાથે રે;
કાયમ રે’વું એકાંતમાં ને,
માથે સતગુરુનો હાથ રે.          ..અભિયાસ. ૧

ભાઈ રે! તીરથ વ્રત પછી કરવાં નહિ ને,
ન કરવાં સતગુરુનાં કર્મ રે;
એવી રે ખટપટ છોડી દેવી ને,
જ્યારે જણાય માંયલો મર્મ રે.          ..અભિયાસ. ૨

ભાઈ રે! હરિમય જ્યારે જગત જાણ્યું ને,
ત્યારે પરપંચથી રહેવું દૂર રે;
મોહ સઘળો પછી છોડી દેવો, ને,
હરિ ભાળવા ભરપૂર રે.          ..અભિયાસ. ૩

ભાઈ રે! મેળો મંડપ કરવાં નહિ ને,
ઈ છે અધૂરિયાનાં કામ રે;
ગંગાસતી એમ બોલિયાં ને,
ભાળવા હોય પરિપૂરણ રામ રે..          .અભિયાસ. ૪