મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૨૦

From Ekatra Wiki
Revision as of 11:38, 16 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨૦| ગંગાસતી}} <poem> ગજવાનો લાડવો ઝીલવો હોય તો રસ ઝીલી લેજો, પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૨૦

ગંગાસતી

ગજવાનો લાડવો
ઝીલવો હોય તો રસ ઝીલી લેજો, પાનબાઈ,
પછી પસ્તાવો થાશે;
અગમ અગોચર રસનું નામ છે
એ તો પૂરણ અધિકારીને ઠેરાશે.          – ઝીલવો૦

ભાઈ! માન રે મેલ્યા પછી રસ તમને મળશે, પાનબાઈ,
જુઓને વિચારી તમે મનમાં;
દૃષ્ટ પદારશ નથી રે’વાનું, પાનબાઈ,
સુણોને ચિત્ત દઈને વચનમાં.          – ઝીલવો૦

ભાઈ રે! આ તો ગુંજાનો લાડવો, પાનબાઈ,
અહંભાવ ગયા વિના નો ખવાય;
કોટિ રે જનમની મટાડો કલ્પના ત્યારે
જાતિ રે પણું વયું જાય.          – ઝીલવો૦

ભાઈ રે! દૃષ્ટિ રાખો, ુપત રસ ચાખો, પાનબાઈ,
તો તો સેજે આનંદ વરતાય,
ગંગા રે સતી એમ બોલિયાં રે
આપમાં આપ મળી જાય.          – ઝીલવો૦