મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભાણસાહેબ પદ ૩

From Ekatra Wiki
Revision as of 08:14, 17 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૩| ભાણસાહેબ}} <poem> મન! તું રામ ભજી લે – ને રાણા, ::: મન! તું રામ ભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૩

ભાણસાહેબ

મન! તું રામ ભજી લે – ને રાણા,
મન! તું રામ ભજી લે – ને રાણા,
તારે ગુણ ગોવિંદનાં ગાણાં...

ખોટી માયાની ખબર પડી નહીં, કળ વિનાના કુટાણા;
જૂઠી માયાસે ઝઘડો માંડ્યો, બળ કરીને બંધાણા...

કૂડિયા તારે કામ નહીં આવે, ભેળા ન આવશે નાણાં;
હરામની માયા હાલી જાશે, રહેશે દામ દટાણાં...

કૂણપ વિના નર કૂણા દીસે, ભીતર નહીં ભેદાણા;
હરિ વિનાના હળવા હીંડે, નર ફરે નિમાણા...

સો સો વરસ રહે સિંધુમાં, ભીતર નહીં ભીંજાણા;
જળનું તો કાંઈ જોર ન ચાલે, પલળે નહીં ઈ પાણા...

પળી ફરી પણ વરતિ ન ફરી, બોલ નહીં બદલાણા;
છબી ફરી પણ ચાલ ફરી નહી, ભ્રાંતિ ગઈ નહીં ભાણા...