મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રવિસાહેબ પદ ૧૦

From Ekatra Wiki
Revision as of 08:43, 17 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૦|રવિસાહેબ}} <poem> જ્ઞાન-બાજી ચાલો સખી! પિયાજીની પાસ રે ગન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૧૦

રવિસાહેબ

જ્ઞાન-બાજી
ચાલો સખી! પિયાજીની પાસ રે
ગન્યાનબાજી ખેલીએ;
પ્રેમમાં થઈ ચકચૂર રે
રંગરસ રેલીએં.
એ જી, પ્રીતિના પાસ લૈને હાથ રે
પ્રિયા સનમુખ નાખીએં;
સંતની સોગઠીઉં ચલાય
પ્રેમરસ ચાખીએ.          – ચાલો સખી૦

એ જી. રંગભર્યા રમીએં સારી રાત રે
નીંદરાને ત્યાં વારીએં;
કરીએં ન કૂડ કપટ રે
દૂર કરીને ડારીએ.          – ચાલો સખી૦

એ જી, તન મન ધન ને પ્રાણ રે
પિયાજીને આપે આલીએં;
અખંડ સુખ ને આનંદ રે
પિયા સંગે માલીએં.          – ચાલો સખી૦

એ જી, હારીએં તો રૈએં પિયાજીની પાસ,
જીતીએં તો જુગદીશને
રાખીએં પ્રાણની સાથ રે
પરહરી રીસને.          – ચાલો સખી૦

એ જી, લીજીએં તો અપાર આનંદ રે
ચોરાશીને વારીએં
ભરથ મોડ ચરણે રવિદાસ રે
એવા ધણીને ધારીએ.          – ચાલો સખી૦