મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ત્રિકમસાહેબ પદ ૨

From Ekatra Wiki
Revision as of 08:53, 17 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨|ત્રિકમસાહેબ}} <poem> સાધુ તારો સંગડો સાધુ તારો સંગડો ન છોડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૨

ત્રિકમસાહેબ

સાધુ તારો સંગડો
સાધુ તારો સંગડો ન છોડું મેરે લાલ,
લાલ મારા દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો

કપડા બી ધોયા સંતો, અંચબા બી ધોયા,
જબ લગી મનવો ન ધોયો મેરે લાલ,
લાલ મારા દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો

દિલમાં લાગી સંતો, જોયું મેં જાગી હે જી
ખેલતાં માળે ઘેરી, ગગન ગાજે મેરે લાલ,
લાલમાર દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો

વસ્તીમાં રેના સંતો, માંગીને ખાના જી
ટુકડે મેં એ ટુકડા કરી દેના મેરે લાલ,
લાલ મારા દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો

હે...જી કૂડી રે આ કાયા સંતો, એમાં
માનસરોવર હંસો ઝીલન આયો લાલ,
લાલ મારા દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો

‘ત્રિકમસાહેબ’ ગુરુ ખીમને ચરણે,
હે...જી સંત મળ્યા છે સોહાગી મેરે લાલ,
લાલ મારા દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો