મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દાસીજીવણ પદ ૬

From Ekatra Wiki
Revision as of 09:44, 17 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૬| દાસીજીવણ}} <poem> કલેજા-કટારી કલેજા કટારી રે, રુદિયા કટાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૬

દાસીજીવણ

કલેજા-કટારી
કલેજા કટારી રે, રુદિયા કટારી રે
માડી! મુંને માવે લૈને મારી.

વાંભું ભરી મુજને મારી,
વાલે મારે બહુ બળકારી,
હાથુંની હલાવી રે.          – માડી! મુંને૦

કટારીનો ઘા છે ભારી,
પાટા બાંધું વારી વારી,
વૈદ ગિયા હારી રે. – માડી! મુંને૦
કટારીની વેદના ભારી
ઘડીક ઘરમાં ને બા’રી;
મીટ્યુંમાં મોરારી રે. – માડી! મુંને૦

દાસી જીવણ ભીમને ભાળી;
વારણાં લીધાં વાળી વાળી;
દાસીને દીવાથી ર –
માડી! મુંને માવે લૈને મારી.