મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /થોભણદાસ પદ ૨
Revision as of 11:45, 17 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨|થોભણદાસ}} <poem> રૂસણું મૂકોને રાધિકા રે, હાંહાં રે ઘેલી હ...")
પદ ૨
થોભણદાસ
રૂસણું મૂકોને રાધિકા રે, હાંહાં રે ઘેલી હઠ ના કીજે;
મુખથી બોલો બોલડા રે, હાંહાં રે મુનીવ્રત ના લીજે.
વાલો વન ચરાવે ગાવડી રે, હાંહાં રે ઊભા જમુના આરે;
મોરલી તે કેરા નાદમાં રે, હાંહાં રે રાધે રાધે પોકારે.
વાલા એક ઘડી નવ મૂકતા રે, હાંહાં રે રહેતા શામા સંજોગે;
દિવસ રેણી કેમ જાય છે રે, હાંહાં રે મારા વાલા વિજોગે.
સુંદરીનો સોહમણો રે, હાંહાં રે શામલો સુખકારી;
એ રે વહાલો ક્યમ વિસરે રે, હાંહાં રે ફટ નાર ધુતારી.
કહ્યું ન માન્યું કામની રે, હાંહાં રે દૂતી પાછી તે આવી;
નારી થોભણના નાથની રે, હાંહાં રે નહિ સમજી સમજાવી.