મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિરાંત પદ ૧

From Ekatra Wiki
Revision as of 09:03, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧|નિરાંત}} <poem> ૧. અમને કોઈ કે’... અમને કોઈ કે’વૈષ્ણવ થાવ, વૈષ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પદ ૧

નિરાંત

૧. અમને કોઈ કે’...
અમને કોઈ કે’વૈષ્ણવ થાવ, વૈષ્ણવરૂપ અમે;
કૃષ્ણ રાધારાણી રાજ કરે, જુઓ ક્દયે તમે.

અમને કોઈ કે’ રામજી થાવ, રામજીરૂપ અમે;
રમે સીતા રામજી પાસે, બીજો શેણે ગમે?          અમને

અમને કોઈ કે’ વામન થાવ, વામનરૂપ અમે;
દમી ઇંદ્રિયો સર્વત્ર, દાન લેવું ન ગમે.          અમને

અમને કોઈ કે’ વિષ્ણુ થાવ, તેનું રૂપ અમે;
અમે આસન કીધું એક, ઠેર ઠેર કોણ ભમે?          અમને
અમને કોઈ કે’ બ્રહ્મા થાવ, બ્રાહ્મારૂપ અમે;
કામ કરવું છોડ્યું જાણ, માટી ચૂંથું ક્યમે?          અમને

અમને કોઈ કે’ શંકર થાવ, શંકરરૂપ અમે;
વ્યસન લાગ્યું બ્રહ્મ, વિજયા કેમ ગમે?          અમને

અમને કોઈ કે’ ઇંદ્ર થાવ, ઇંદ્રરૂપ અમે;
પામ્યા બ્રહ્મપદનું રાજ્ય, ઘાવ તો કોણ ખમે?          અમને

અમને કોઈ કે’કુબેર થાવ, કુબેરરૂપ અમે;
સાચવું બ્રહ્મકોઠાર, સુખડી સંત જમે.          અમને

અમને કોઈ કે’ સૂરજ થાવ, સૂરજરૂપ અમે;
થયો ગ્યાન કેરો પ્રકાશ નભમાં કુણ ભમે?          અમને

અમને કોઈ કે’ જોગી થાવ, એ તો થયા અમે;
નીરાંતે વાસના મારી સર્વે, જોગીને જે જે ગમે.          અમને