મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભોજો પદ ૪
Revision as of 10:46, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૪|}} <poem> સંતો ભાઈ ભુવન જીત્યા ભવ સારા સંતો ભાઈ ભુવન જીત્યા...")
પદ ૪
સંતો ભાઈ ભુવન જીત્યા ભવ સારા
સંતો ભાઈ ભુવન જીત્યા ભવ સારા.
અનંત લોચન અંતર ઊઘડિયાં; નીરખ્યા નાટ નિરાળા. સંતો
મનમંદિર દીપક દરશાના, ઊઘડી ગયાં તનતળાં;
રંગ લાગ્યો ને રવિ પ્રગટિયો, અનેક દિશે અજવાળાં. સંતો
કરણ વર્ણ જેણે મરણ મિટાયા, ચરણ ગ્રહ્યાં છોગાળા;
છૂટી ગયાં ચેન ઘેન, ઘનઘોરા, ભાસ્યા બ્રહ્મ રસાળા. સંતો
ગગન ગાજે ત્યાં અનહદ વાજે, સદ્ગુરુકી સાન શિખાયા;
ભોજો ભગત કહે પ્રેમ પિયાલો, પીતાં નયને નીર ઝલકાયા. સંતો