મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧૧

From Ekatra Wiki
Revision as of 11:34, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૧|બ્રહ્માનંદ}} <poem> આંખડલિ સરદ સરોજ, રસિલા લાલની; દેખિ મનડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પદ ૧૧

બ્રહ્માનંદ

આંખડલિ સરદ સરોજ, રસિલા લાલની;
દેખિ મનડું પામે મોહ, તિલક છબિ ભાલની.

નાસા સુંદર દીપ સમાન, અભિ શોભિ રઈ;
મુખ નિરખીને શશિયર જોત, ગગનમાં ઝાંખિ થઈ.

લિધિ લટકાલે નંદલાક, કે હાથ કબાણને;
એનિ ચટક રંગીલિ ચાલ, હરે મન પ્રાણને.

રાજાુ મોતિડે જડિત્ર કટાર, કમર કશિ લીધલો;
નિરખિ બ્રહ્માનંદ કહે જન્મ, સુફલ મારો કીધલો.