મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧૫

From Ekatra Wiki
Revision as of 11:40, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૫|બ્રહ્માનંદ}} <poem> ભુજ બંધ જડાઉ ભારી રે, રંગ રેલ રસીલા. બા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પદ ૧૫

બ્રહ્માનંદ

ભુજ બંધ જડાઉ ભારી રે, રંગ રેલ રસીલા.
બાંધ્યા મન હરવા મોરારી રે; રંગ રેલ રસીલા.

ગળે મોતી માળ અમૂલી રે, રંગ૦ જોઈ વ્રજ વનિતા તન ભૂલી રે;          રંગ૦ ૧

સુંદર ઉપડતી છે છાતી રે. રંગ૦ તેની શોભા નથી કહેવાતી રે;          રંગ૦ ૨

પેટ પોયણાનું પાનું રે, રંગ૦ દેખી ગોકુળ થયું દીવાનું રે;          રંગ૦ ૩

બ્રહ્માનંદ કહે કમર કસી છે રે, રંગ૦ મારા અંતરમાં એ વસી છે રે;          રંગ૦ ૪