મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧૬

From Ekatra Wiki
Revision as of 11:41, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૬|બ્રહ્માનંદ}} <poem> ગઈતી ગઈતી ભરવાને નીર, સૈયરના સંગમાં ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પદ ૧૬

બ્રહ્માનંદ

ગઈતી ગઈતી ભરવાને નીર, સૈયરના સંગમાં રે લોલ;
રમતા દીઠા શ્યામ સુજાણ, રંગીલો રંગમાં રે લોલ.          ૧

જોયું રસિયાજીનું રૂપ, અલૌકિક આજનું રે લોલ;
જાણે શરદ પૂનમનો ચંદ, વદન ધર્મરાજનું રે લોલ.          ૨

સનમુખ આવે ગજગતિ ચાલ, કે અંગ મરોડતા રે લોલ;
રસિયો નેણું સાથે નેણ, કે જોરે જોડતા રે લોલ.          ૩

નાખી બ્રહ્માનંદનો નાથ, અચાનક આંખડી રે લોલ;
મારા ચિત્તમાં લાગી ચોટ, કે ઘાયલ થઈ પડી રે લોલ.          ૪