મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમસખી પદ ૫
Revision as of 12:50, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫|પ્રીતમ}} <poem> લટકાં લટકાળા ઘનશ્યામનાં રે, ખટ રે ઉંડા અંતર...")
પદ ૫
પ્રીતમ
લટકાં લટકાળા ઘનશ્યામનાં રે, ખટ રે ઉંડા અંતર માંય;
પ્રીત કરી મુજને બોલાવતારે, તે સંભારિ બહુ દુ:ખ થાય. લટકાં.
આ સજ્યા તે માહારાજ તણી રે, આ બાજઠે બેસતા લાલ;
આ ઠેકાણે નાતા નટવરજી રે, લુતા અંગ કર લઇ રૂમાલ. લટકાં.
આ ઠેકાણે જમવા બેસતા રે, જમતા વિધવિધનાં પકવાન;
સુંદર શાક કરી વંતાકનાં રે, જમીને દેતા પ્રસાદી કાન. લટકાં.
આ ખળખળિયે ન્હાતા નાથજી રે, નાહીને હરીજન મુની લઈ સાથ;
આવતા માણકચોકમાં મલપતા રે, પુરજન થતાં જોઈ સનાથ. લટકાં.
વાલો બેસતા જઈ ફુલ બાગમાં રે, પેરતા ગજરા ગુલાબિ હાર;
જેમ જેમ સાંભરે તેમ થાય વેદના રે, પ્રેમાનંદના પ્રાણ આધાર. લટકાં.