મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૨૭)
Revision as of 08:26, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૭)|દયારામ}} <poem> "વાંકા રે વાંકા શું રે હીંડો છો? આવડું શું...")
પદ (૨૭)
દયારામ
"વાંકા રે વાંકા શું રે હીંડો છો? આવડું શું રે ગુમાન જી?
પરનારીની સંગે રમતાં નથી વળી કાંઈસાન, જોઈને ચાલો જી."
"તું તારા મનમાં વિમળ છે, હું છું નાનું બાળ જો,
કેમ કરી મુને મોટો જાણે? જાૂઠાં શીદ ચડાવે આળ?" જોઈને.
"નાના છો પણ ગુણ મોટાના, નારી વિના કોણ જાણેજી?
અંગોઅંગથી વિહ્વળ કીધાં, માર્યાં લોચનનાં બાણ." જોઈને.
"નારી તો પુરુષથી અળગી, અળગી વળગી ચાલે જી;"
દયારામના પ્રીતમ હસીને બોલ્યા: "હવે મળીશું કાલે." જોઈને.