મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મનોહર સ્વામી પદ ૩

From Ekatra Wiki
Revision as of 04:34, 20 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૩|મનોહર સ્વામી}} <poem> ચૈતન અભેદ લહે, તે જાણે સાચૂં;{{space}} ટેક....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૩

મનોહર સ્વામી

ચૈતન અભેદ લહે, તે જાણે સાચૂં;          ટેક.
જ્યાં સુધી ભેદ બુદ્ધિ, ત્યાં સુધી કાચૂં ચૈતન          ચૈતન ૧
અરૂપી અછેદ્ય વસ્તુ, તેને કોણ કાપે;
કરમાં ગ્રહેવાય નહીં, કોણ કેને આપે.          ચૈતન ૨
સ્વાભાવિક ભેદ ચાર, ભૂતમાં ગણાયે;
પાંચમું આકાશ ભૂત, ક્યાંહી ન ભેદાયે.          ચૈતન ૩
તેથી પર ચૈતન ઘન, વ્યાપક સહુ માંહે,
ઔપાધિક ભેદ જોઈ, મૂરખ મુંઝાયે.          ચૈતન ૪
જ્ઞાનગમ્ય ચૈતનને, આંખે જોવા જાયે;
ત્રણ્ય દેહોપાધિ તજ્યા વિના ભરમાયે.          ચૈતન ૫
પ્રત્યડ્. સ્વરૂપ જાણે, તો ખરૂં સમજાયે;
મનોહર પોતે જ પછી, ભેદ મિથ્યા ગાયે.          ચૈતન ૬