મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મનોહર સ્વામી પદ ૫
Revision as of 04:37, 20 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫|મનોહર સ્વામી}} <poem> નાથને નાથને નાથને રે, અમે ભજીયે નિરં...")
પદ ૫
મનોહર સ્વામી
નાથને નાથને નાથને રે, અમે ભજીયે નિરંજન નાથને. ટેક.
જે બંઘાણલ તે કયમ છોડે બીજાના બાંઘલ હાથનેરે; અમે.
મમતા મોહમાં જે ભૂલા ભટકે, શોધે તે કામનાના સાથનેરે; અમે.
રોગ અવિદ્યાનો અમને ન આવે, પીધો છે જ્ઞાનના કવાથનેરે; અમે.
ચૈતન્ય કલ્પતરુ તણી કયમ ભરીયે, જાૂઠ જડ બાવળે બાથનેરે; અમે.
સચ્ચિદાનંદ બ્રહ્મ વણ બીજી, અન્ય ન ગાઈએ ગાથનેરે; અમે.