સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/ખોલાય ના
Revision as of 04:12, 2 June 2021 by ArtiMudra(talk | contribs)(Created page with "<poem> પીઓ એમ, છાંટોય ઢોળાય ના : નશો પણ ચડે, જામ છલકાય ના.… દરદ છે તો રાખો...")
પીઓ એમ, છાંટોય ઢોળાય ના :
નશો પણ ચડે, જામ છલકાય ના.…
દરદ છે તો રાખો દરદની અદબ,
દરદ ગામભરમાં વહેંચાય ના.
ફક્ત એક જણથી કરું ગોઠડી
કે દિલ શેરી શેરી તો ખોલાય ના.