મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /શાંતિદાસ પદ ૧
Revision as of 08:46, 20 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧ |}} <poem> કાનુડો કાળજાની કોર કાનુડો કાળજાની કોર છે, :::: બેની...")
પદ ૧
કાનુડો કાળજાની કોર
કાનુડો કાળજાની કોર છે,
બેની મારે, કાનુડો કાળજાની કોર છે.
અટપટી પાઘ ને કેસરિયો વાઘો,
માથે કળાયલ મોર છે; બેની
વૃંદાવનમાં વાલે વાંસળી વજાડી,
મોરલીનો સ્વર જોર છે; બેની
શાંતિદાસના પ્રભુ રસિક શિરોમણિ
ગોપી સંગ પાધરો દોર છે; બેની