મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દેવાયત પંડિત પદ ૨
Revision as of 09:16, 20 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨|}} <poem> ગુરુનાં વચન ફળે બૂડે બૂડે પાપ સંતો! ધરમ તરે આગળ જા...")
પદ ૨
ગુરુનાં વચન ફળે
બૂડે બૂડે પાપ સંતો! ધરમ તરે
આગળ જાતાં ગુરુનાં વચન ફળે ગુરુજી...જી...જી
ગૌરીના નંદ ગણેશને મનાવો જી...જી
ગણેશ મનાવો રૂડાં કાજ સરે રે
સાંભળજો સતજુગના સાધુ રે જી
પાપ-ધરમને ઝઘડો લાગ્યો રે જી.
કાંટે કાઢો તો એની ખબરું પડે. – સાંભળજો૦
સામે જરૂખે મારો સતગુરુ બેઠા રે જી...જી
ખરા ખોટાની વાલો ખબરું લિયે. – સાંભળજો૦
પાપની વેલડી પરલે હોશે રે જી...જી
ધરમની વેલડી આપેં તરે રે. – સાંભળજો૦
કાલર ખેતરમાં બીજ મત વાવો રે જી...જી
સભોમ વાવો તો રૂડાં સફળ ફળે રે. – સાંભળજો૦
શંભુનો ચેલો પંડિત દેવાયત બોલ્યા રે
ગુરુને વચને ચેલા આપેં તરે રે. – સાંભળજો૦