મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૨૫.ભાદુદાસ

From Ekatra Wiki
Revision as of 09:54, 20 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨૫.ભાદુદાસ|}} <poem> ભાદુદાસ :::: કોઈ ભક્ત રામદાસના શિષ્ય . પ્રબ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૨૫.ભાદુદાસ

ભાદુદાસ
કોઈ ભક્ત રામદાસના શિષ્ય . પ્રબોધક પદો રચ્યાં છે.
૧ પદ

સહેજે સહેજે આનંદઘન પ્રગટ્યા, પછી લહેરમાં લહેર સમાણી;

કોટિ જનમની મટી કલ્પના, ગુરુની થઈ ઓળખાણી;
નૂર નિરંતર નજરે ભાળ્યા, પરિબ્રહ્મ લીધા જાણી.          સંતો૦

હીરા માણેક ને મોતી પરવાળાં, એ નીકળી ગઈ ખાણી,
અનુભવ-દીવો જ્યારે કરમાં લીધો, ત્યારે પારસમણિ દરસાણી. સંતો૦

સદ્ગુરુ મુજ પર અઢળક ઢળિયા, બતાવી સરવે એંધાણી,
સહેજે સહેજે પિયુને પામી, પૂરણ પ્રીત બંધાણી.          સંતો૦

કેટલીક વાતો મુખએ વખાણું, આ તો અગમ ઘરની નિશાની,
રામદાસ-ચરણે જાણે ભાદુદાસ, જ્યાં ન પહોંચે વેદવાણી.          સંતો૦