મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૯)
Revision as of 10:15, 20 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૯)|}} <poem> જોડે રહેજો, રાજ જોડે રહેજો, રાજ, ::: કિયા ભાઈની ગોરી...")
પદ (૯)
જોડે રહેજો, રાજ
જોડે રહેજો, રાજ,
કિયા ભાઈની ગોરી રે કેવી વહુ
જોડે રહેજો, રાજ!
જોડે નહિ રહું રાજ,
શિયાળાની ટાઢ પડે ને!
જોડે કેમ રહું, રાજ!
જોડે રહેજો, રાજ,
ફૂલની પછેડી સાથે રે, હો લાડવઈ
જોડે રહેજો, રાજ!
જોડે નહિ રહું, રાજ,
ઉનાળાના તાપ પડે ને
જોડે કેમ રહું, રાજ!
જોડે રહેજો, રાજ,
ફૂલના પંખા સાથે રે, હો લાડવઈ
જોડે રહેજો, રાજ!
જોડે નહીં રહું, રાજ,
ચોમાસાની ઝડીઓ પડે ને
જોડે કેમ રહું, રાજ!
જોડે રહેજો, રાજ,
મોતીના મોડિયા સાથે રે, હો લાડવઈ
જોડે રહેજો, રાજ!