પુનરપિ/‘પુનરપિ’ કૃતિ
‘પુનરપિ’ કૃતિ
નાન્દી
વિશ્વપ્રકાશ બનતા પહેલાંનો એક ઝબકતો ઝબકારો: વિશ્વવારિધિ બનતા પહેલાં ખરતો ઝાકળનો તારો:
- અનન્ત—દર્શન મઢનારી
- ચોખંડી નાની બારી:
સૂર્યપ્રકાશ થકી લીંપાયો ઉંબરો મોક્ષ તણો: સંચાર ભક્તગનનમેં ઉમંગ કેરો કરતો આંખ તણો પલકાર:
- એ પલકાર વિનોબાનો,
- ઓમ મહીં ઓછો પાભર કાનો.
</poem>