પુનરપિ/નાન્દી
Revision as of 08:20, 25 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નાન્દી|}} <poem> વિશ્વપ્રકાશ બનતા પહેલાંનો એક ઝબકતો ઝબકારો: વિ...")
નાન્દી
વિશ્વપ્રકાશ બનતા પહેલાંનો
એક ઝબકતો ઝબકારો:
વિશ્વવારિધિ બનતા પહેલાં
ખરતો ઝાકળનો તારો:
અનન્ત—દર્શન મઢનારી
ચોખંડી નાની બારી:
સૂર્યપ્રકાશ થકી લીંપાયો
ઉંબરો મોક્ષ તણો: સંચાર
ભક્તગનનમેં ઉમંગ કેરો
કરતો આંખ તણો પલકાર:
એ પલકાર વિનોબાનો,
ઓમ મહીં ઓછો પાભર કાનો.