પુનરપિ/4

From Ekatra Wiki
Revision as of 06:16, 26 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|4|}} <poem> — અને જાગતો જયજયકાર. કંકુ, શ્રીફળ, ફૂલ ગલગોટા, કમાન આસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


4

— અને જાગતો જયજયકાર.

કંકુ, શ્રીફળ, ફૂલ ગલગોટા,
કમાન આસોપાલવની:
ઘી, દૂધ, સાકર, દાળરોટલા,
સૌરભ આ દુખિયા ભવની
પુનિત પાદમાં રોજ ધરાય;
સઘળું પ્રસાદ સરખું સમજીને,
એને નામે,
પ્રવાસી ભક્તો જો’તું ખાય.

જાદુગરથી એના મનમાં
માનવ માટે મોટું સ્થાન;
તોયે રમતા માયા રમતા
દેતો જાદુગરનું ભાન.
વર્તન આટલું ખાતર-મય
જેમાં જામે સર્વ્રોદય.