પુનરપિ/5

From Ekatra Wiki
Revision as of 06:17, 26 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|5|}} <poem> જનમદિવસથી મોક્ષ સુધીમાં જાણી એક નથી નારી (પગનું દર્શ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


5

જનમદિવસથી મોક્ષ સુધીમાં
જાણી એક નથી નારી
(પગનું દર્શન લક્ષ્મણ જેવું, દૃગનું
વૈદદ્ય સમું કીધું,
વચ્ચે ના દીધું-લીધું
પાયું-પીધું),
નિર્મળતા એ અવિકારી.
બ્રહ્મચર્ય અણમાપ્યું એનું
(પાન અણીશુદ્ધ નાગરવેલનું જી રે!)
પલકઝલકમાં અમાપ્ય થાશે
જ્યારે યોગી મોક્ષાશે.
પુરુષ-પ્રકૃતિ એકમ થાતાં,
અદ્વૈતમાં નર-નારાયણ પથરાતા
પ્રેમપારખું કરશે કોણ?
કોણ? — પડઘો પોતાનો.