કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૭. કવિતા

From Ekatra Wiki
Revision as of 12:07, 6 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૭. કવિતા

જયન્ત પાઠક

ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે?

ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે?

ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે?

ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે?

કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.

૨૪-૩-’૭૫

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૪૮)