સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નિરંજન ભગત/સંઘેડાઉતાર

From Ekatra Wiki
Revision as of 12:12, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મીરાંનું એક એક પદ કેવું સ્વચ્છ અને સુઘડ છે, કેવું સાફસૂતર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

         

મીરાંનું એક એક પદ કેવું સ્વચ્છ અને સુઘડ છે, કેવું સાફસૂતરું અને સંઘેડાઉતાર છે! એનાં ઘાટઘૂટ અને એનું ઘડતર-જડતર સંપૂર્ણ છે. એનો આરંભ, એનો અંત, એનો લય, એના પ્રાસ બધું જ સુંદર છે. ક્યાંય છૂંછાછેડા નહીં, ક્યાંય ગાંઠગૂંચ નહીં. બધું જ ઘટ્ટ ને ઘાટીલું.