કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૩૫. ન મોકલાવ

From Ekatra Wiki
Revision as of 07:28, 13 September 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫. ન મોકલાવ|રમેશ પારેખ}} <poem> ::::આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૫. ન મોકલાવ

રમેશ પારેખ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ

ફૂલોય પૂરબહારમાં હિંસક છે આજકાલ
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

૮-૮-’૭૯/બુધ
(છ અક્ષરનું નામ, પૃ. ૩૩૨)