કોડિયાં/ગુંજનનું ગીત

From Ekatra Wiki
Revision as of 12:07, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગુંજનનું ગીત|}} <poem> ઊભો હતો ઊંચી કરાડ, {{Space}} અદમ્ય સાદ ઉરથી સર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગુંજનનું ગીત


ઊભો હતો ઊંચી કરાડ,
          અદમ્ય સાદ ઉરથી સર્યો રે!
વીંધ્યા પથ્થર ને વીંધ્યા પહાડ,
          અજાણ ખૂણે પડઘો પડ્યો રે!

તે રાત થકી શોધું એ સ્થાન,
          જ્યાં અંતર હોંકાર સાંપડ્યો રે!
વાયુ વાત સુણ્યા મેં ગાન,
          ટેકરાની ટોચે ચડ્યો રે!

ઊંચેરી આભની કમાન,
          ખાલીખમ, મુંગું રડ્યો રે!
વનવન માંડ્યા મેં કાન,
          સાદ નવ પાછો જડ્યો રે!