કોડિયાં/ચાડિયાનું ગીત

From Ekatra Wiki
Revision as of 12:15, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાડિયાનું ગીત|}} <poem> ઊડો કાબર, ઊડો ચકલાં, {{Space}} ઊડો મેના પોપટ મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચાડિયાનું ગીત



ઊડો કાબર, ઊડો ચકલાં,
          ઊડો મેના પોપટ મોર;
હું આ ખેતરનો રખવાળો,
          સઘળાં પેઠાં ક્યાંથી ચોર?

થોર તણી આ વાડ ઉગાડી,
          છીંડે બાવળ-કાંટ ભરી;
તોય તમે ક્યાંથી અહીં આવ્યાં?
          સંતાકૂકડી કેવી કરી?

ઊડો કહું છું એટલું, હું શાણો રખવાળ;
ખેડૂત આવી જો ચડે, ગોફણ ઘાવ ઉછાળ.

મોતી-મૂઠશાં ડૂંડા ઝૂલે,
          લીલો નીલમડો શો મોલ;
દાણો ઓછો એક ન થાશે,
          માલિકને મેં દીધો કોલ.
ખેડૂત આવે, ઊડી જાઓ,
          એ જાતાં હું સાદ કરીશ;
ખોટા ખોટા ડોળા ફાડી,
          છુપાઈને દાણા ધરીશ.

ઊડો કાબર, ઊડો ચકલાં,
          ઊડો મેના પોપટ મોર;
હું આ ખેતરનો રખવાળો,
          સઘળાં પેઠાં ક્યાંથી ચોર?