કોડિયાં/મેઘાણીને નાદ

From Ekatra Wiki
Revision as of 12:23, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મેઘાણીને નાદ|}} <poem> {{Space}} તાનારીની ડણકે ઝમકે ધારે મેઘમલ્હાર; {{S...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મેઘાણીને નાદ


          તાનારીની ડણકે ઝમકે ધારે મેઘમલ્હાર;
          વાદળની છાતી ફાટે ને રેલે પાયસ ધાર.
          તાનારીની ભભકી ઊઠી દાહે દીપક રાગ;
          તરુએ, વેલે, ચૌટે, મ્હેલે, અંગે ઊઠે આગ.

          લોકવાયકા તાનસેનને લેખે જાદૂ-કંઠ!
          આત્મઅનુભવ પામ્યો તારે કંઠે, અમૃત-ડંખ!

ડાલામત્થો ડણક્યો ત્યારે કંપ્યા ગિર-ગિરનાર.
મૂક લોકની બાનીને તેં આપ્યો સ્વર-આકાર.
કો’ના લાડકવાયા કાજે આંસુના વરસાદ.
આંખ આંખમાં આગ ભભૂકી ત્યારે અનહત નાદ.
28-8-’54