કોડિયાં/સમીરણ

From Ekatra Wiki
Revision as of 13:06, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સમીરણ|}} <poem> વગડાંમાંથી વાતો આવી, {{Space}} પીંપળપાને કાન ધર્યા; મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સમીરણ


વગડાંમાંથી વાતો આવી,
          પીંપળપાને કાન ધર્યા;
મરકી ફરકી પત્રે પત્રે,
          ચંપકને ઇંગિત કર્યાં.
જોયું-સ્હોયું: ઊડતા પુષ્પે
          વનડાના સંદેશ સર્યા;
શાલ-વને સાંભળતાં વાતો,
          ખરખર કરતાં પાન ખર્યાં.
વેણુના બાહુ વીંઝાયા,
          સાગવક્ષ શું એક કર્યા;
વ્રીડાનાં પુષ્પો પ્રગટીને,
          ઝરઝર કરતો કોર ઝર્યા.
ફરતાં ફરતાં દિશ દિશ વાટે
          પડઘા કિશુક કાન પડ્યા;
વસંતના અંતર શાં રાતાં
          પુષ્પો ધરણીઅંક દડ્યાં;
તરણાંઓએ ઝોલાં ખાતાં
          ચુંબનને અંતર જકડ્યાં.
8-8-’32