કોડિયાં/કંગાલને

From Ekatra Wiki
Revision as of 12:27, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કંગાલને|}} <poem> કંગાલ, ઓ કંગાલ! એક વ્હાલ કોઈ દિ’કરીશ ના મ્હને!...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કંગાલને


કંગાલ, ઓ કંગાલ!
એક વ્હાલ
કોઈ દિ’કરીશ ના મ્હને!
એથિ તો થવું તુંથી હલાલ એ ગમે!

કંગાલ, ઓ કંગાલ!
એક ખ્યાલ
છોડ. માન નાથ ના મ્હને!
ભાન નિત્ય હો ‘ઉતારું ખાલ’ એ તને!

કંગાલ, ઓ કંગાલ!
થા કરાલ;
હાસ્ય ત્હારું બાળતું મ્હને!
પ્રકોપનો ન કાં ચડે જુવાળ ઓ, તને?

કટારી તારી જીરવું!
હાસ્યથી રડી રહું!

7-8-’30