કોડિયાં/પીળું પીળું ફૂલડું
Revision as of 12:37, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પીળું પીળું ફૂલડું|}} <poem> સૂરજ ડૂબ્યો ને વ્યોમ પીળું પ્રકાશ...")
પીળું પીળું ફૂલડું
સૂરજ ડૂબ્યો ને વ્યોમ પીળું પ્રકાશતું,
પીળી કો’ તારલી ચમકી રહી;
મારી વાડીમાં સખી! પીળું કો’ફૂલ ખીલ્યું,
પીળી એની પાંદડી પમરી રહી.
ઊડી પધાર્યું કોઈ પીળું પતંગિયું;
પીળી પીળી પાંખ એની ફરકી રહી,
પીળા પીળા ફૂલડામાં પીળું પતંગિયું,
પીળુડા રંગમાં પોઢી ગયું.
6-5-’31