ઉપજાતિ/ઉપકાર
Revision as of 09:07, 16 September 2021 by MeghaBhavsar (talk | contribs)
સુરેશ જોષી
ઉન્નિદ્ર તારાં નયનોની પાંપણો
જો બીડવા ચાહતી હોય ભાર તો
કરી શકું એ ઉપકાર આજે,
જરૂર હું કેવળ તારી કાજે.
કાં કે ઉરે આ હમણાંનું મારે
કો દર્દ એવું ગયું પેસી ભારે
કે ભાર મારો મુજને જ મારે!
એ ભારથી પાંપણને બીડી દઉં?
ને સ્વપ્નમાં ક્હે રમતી કરી દઉં?