પરકીયા/પો ચુ

From Ekatra Wiki
Revision as of 07:40, 17 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પો ચુ

સુરેશ જોષી

આંસુ તે હું ક્યાંથી સારું
વદાય જ જ્યાં છાની છપની

હોય ક્યાંથી કશી વાતચીત
પ્રેમ જ જ્યાં કરીએ છાનોમાનો!

અમારાં બે હૃદય સિવાય
કોઈ બીજું એ જાણે નહિ

એકાકી પંખી પિંજરામાં પુરાઈને
રાતે લે છે વિસામો;

વસન્તમાં તીક્ષ્ણ તલવાર
છેડે છે જોડિયા ડાળને;

નદીનાં જળ, ડહોળાયેલાં તોય
બની જશે કદાચ નિર્મળ;

કાગડાનું માથું કાળું તોય
કદાચ થઈ જાય ધોળું.

પણ આ છાનીછપની વદાય
આ ચોરીછૂપીથી થતો પ્રેમ

એને તો આશા રાખવાની જ
ન હોય કશાંની.