કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૫. સાંજ સરતી
Revision as of 09:52, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
૨૫. સાંજ સરતી
નલિન રાવળ
અહીં ઊભો ખાલી, નજર નભમાં ખાલી ફરતી
જતાં ટોળે લોકો પર ઉપરથી સાંજ સરતી;
યુવા સ્ત્રીની છાતી, તગતગત બરડો વસી જતો,
રૂંવે રૂંવે અબ્ધિ ઘડીક ઘૂઘવીને શમી જતો.
છૂટ્યાં શાળાએથી ગભરુ શિશુ કિલ્લોલ કરતાં,
હવામાં ફંગોળી દફતર, શીખ્યાં પંક્તિ નવલી
ભીડી અંગુલિઓ હસી ભમી ધીરે ઘેર ધપતાં
મૂકી મારે હૈયે ગહન સુખની એક બદરી.
ભરી આંખોમાંહી વરસ શત (ઓછાં જરી નહીં)
જતા વૃદ્ધે કાઢી ભીડ મહીં નીચી આંખ નમવી
જૂની એનાથીયે ઘડી, મહીં જુએ કાળ સરક્યો
ગયા લોકો વાંસે જરઠ પગલે એ ભળી ગયો.
ગયો સૂર્યે સ્નેહે પથ ઉપરને છેલ્લું અડકી
હુંયે સંગે ચાલ્યો નજર મહીં આખું નભ લઈ.
(અવકાશપંખી, પૃ. ૬૬)