કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૩૧. મને આકર્ષ્યો છે
Revision as of 11:34, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
૩૧. મને આકર્ષ્યો છે
સુન્દરમ્
મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે
અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે
ખીલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા.
નથી લાધ્યો યાવત્ ગહનતર કો શાશ્વત રસ
ધરા-અંકે તાવત્ લઘુ મનુજ અર્થે ન અવર
રહ્યું કે જે અર્પી અમિત રસ સૌંદર્યસ્રવન
પ્રફુલ્લાવે એનો પડતર લૂખો જીવનપટ.
ઓગસ્ટ, ૧૯૪૫
(યાત્રા, પૃ. ૫૦)