કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૪૧. સો મેરા હથિયાર
Revision as of 11:41, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
૪૧. સો મેરા હથિયાર
સુન્દરમ્
અજાયબ સો મેરા હથિયાર,
નહિ સો બંદૂક, નહિ તલવાર.
નહિ ઉગામવું, નહીં વીંઝવું, નહિ ફેંક્યાનું કામ,
વણ દારૂ, વણ જામગરી, એના અણધાર્યા અંજામ.
અજાયબ સો મેરા હથિયાર.
આંખ મીંચું ત્યાં ચડે ગગન ને પળ પૂગે પાતાળ,
મનવેગે વહેતું એ વીંધે ચૌદ બ્રહ્માંડ,
અજાયબ સો મેરા હથિયાર.
પરમાણુનું પરમ અણુ એ, વિરાટનું વૈરાટ,
મંત્ર તંત્ર ને જંત્ર આવી સૌ બેઠાં એને ઘાટ.
અજાયબ સો મેરા હથિયાર.
પરમ ગુરુએ મને દીધું પલકમાં, ગગન ગગન ટંકાર,
હરિદરશનનું એહ સુદર્શન એના પરમ પરમ જેકાર.
અજાયબ સો મેરા હથિયાર.
૧૬ સપ્ટેમ્બર, ૧૯૪૫
(યાત્રા, પૃ. ૧૬૫)