કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૪. ગાલ્લું

From Ekatra Wiki
Revision as of 08:21, 21 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૪. ગાલ્લું

પ્રિયકાન્ત મણિયાર

ઊભાં છાનાં ઝાડ :
અંધકારના ઊંચા-નીચા પ્હાડ,
ઉપર અળગો તારક-દરિયો ડ્હોળો,
ખાંસી ચડેલી વૃદ્ધ કાયનું વળ્યું કોકડું —
ચંદ્ર પડ્યો શું મોળો!

ભાત ભાતના ભગ્ન વિચારો મુજમાંથી બહુ જાય વછૂટી
વાદળ રૂપે હાર એની તે હજી ન તૂટી!
પવન પંખી-શો : કિન્તુ કાપી પ્હોળી કોણે પાંખ?

એક પછી એક હજી અધિકી ઉજાગરામાં ઊગતી મારે આંખ!
દૂર ઘંટના થાય ટકોરા : વાગ્યા ત્રણ કે ચાર
એક નાનકી ઠેસ ખાઈને કાળ પસાર,
ચોકીદારની લાકડીઓનાં લથડે-ખખડે પગલાં
લાલટેનને હવે બગાસાં ઢગલા;
ઠર્યા દીવાની વાટ સરીખા ચીલા ટાઢા રામ,
ભવિષ્યનો શું ભાર લઈને —
પરોઢ કેરું ગાલ્લું આવ્યું ગામ?
(આ નભ ઝૂક્યું, પૃ. ૬૧)