મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૫)

From Ekatra Wiki
Revision as of 09:20, 22 September 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૫)|નરસિંહ મહેતા}} <poem> મેહુલો ગાજે ને માધવ નાચે, રુમઝુમ વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૧૫)

નરસિંહ મહેતા

મેહુલો ગાજે ને માધવ નાચે, રુમઝુમ વાજે પાયે ઘુઘરડી રે;
તાલ-પખાજ વજાડે ગોપી, વહાલો વજાડે વેણુ-વાંસલડી રે.
મેહુલો૦
દાદુર-મોર-બપૈયા બોલે, મધુરી શી બોલે કોયલડી રે;
પહેરણ, ચરણા ચીર પીતાંબર, ઓઢણ આછી લોબરડી રે.
મેહુલો૦
ધન્ય જમુનાતટ, ધન્ય બંસીવટ, ધન્ય ધન્ય આ અવતાર રે;
ધન્ય નરસૈંયાની જીભલડી જેણે ગાયો રાગ મલ્હાર રે.
મેહુલો૦