પુનરપિ/શાંતિના શિલ્પીઓ

From Ekatra Wiki
Revision as of 05:34, 24 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શાંતિના શિલ્પીઓ

શાંતિના શિલ્પીઓની મૂર્તિ બે નિહાળો, ભાઈ!
અનેક હસ્તવાળી આ બે શક્તિઓ નિહાળો, ભાઈ!
એક મુખ પૂર્વમાં,
એક પશ્ચિમે ધર્યું.
બેઉના સમાસ સમું
એક ચિત્ત કોતર્યું
ડંખતા અણુથી, તૂટતા અણુથી ભાવિએ
ને એક મંડપે જડ્યું.
ચતુર્ભુજી કરાલ આ બે મૂર્તિઓ નિહાળો, ભાઈ!
એક હસ્તમાં અણું કે જ્યાં ખીલેલ પદ્મ વક્ર.
એક હસ્ત ચંદ્ર માનવે સૃજેલ, છાંડી ચક્ર.
એક હસ્ત જંતુ-યુદ્ધનો પ્રભાવ, જ્યાં હતો
શંખ પાંચજન્ય. એક હસ્તમાં થતો છતો
મનુષ્યને પશુ કરી બતાવવા તણો છક્કો.

ઢીંક ઝીલતા મતેલ આખલા થીજી ગયા;
એકમેકની બ્હીકે બે શિલ્પી શિલ્પમાં ઠર્યાં.

ટક્કરે મઢેલ મસ્તકો તળે
નીતરે
વિશ્વશાંતિનાં વહેણ;
સ્વેદ પ્રેમને સ્થળે.
[સમાન ધારની કટાર બે ચડેલ ટક્કરે,
યુદ્ધના અભાવ સમી વિશ્વશાંતિ ત્યાં ઝરે.]
11-10-’59