સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/ફોરમ

Revision as of 04:04, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી. વાયરો ક્યાં જઈ ગંધ વખાણે, ફૂલ તો એનું ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂગું મરતું લાજી…
એનું નિજના રંગમાં રાતું,
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઈ તો સામે
મહેક દે તાજી તાજી!
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.