રવીન્દ્રપર્વ/૩૫. વિહગને જવાનો સમય થયો

Revision as of 09:10, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫. વિહગને જવાનો સમય થયો| }} <poem> વિહગને જવાનો સમય થયો, હવેથી આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૫. વિહગને જવાનો સમય થયો

વિહગને જવાનો સમય થયો, હવેથી આ માળો
ખાલી રડહેશે. સ્તબ્ધગીત ભ્રષ્ટ નીડ ભળી જશે ધૂળે
અરણ્યનાં આન્દોલને. શુષ્ક પત્ર જીર્ણ પુષ્પ સાથે
પથચિહ્નહીન શૂન્યે ઊડી જૈશ રજની પ્રભાતે
અસ્તસિન્ધુપરપારે. ક્યાં સુધી આ વસુધાન્ને
કર્યું છે આતિથ્ય! — કદી આમ્રમુકુલની ગન્ધેભરી
પામ્યો છું આહ્વાનવાણી, ફાગણના દાક્ષિણ્યે મધુર;
અશોકની મંજરીએ ઇંગિતે ઝંખ્યો’તો મમ સૂર,
દીધો’તો મેં પ્રીતિરસે ભરી; તો કદિક ઝંઝાઘાતે
વૈશાખના કણ્ઠ મારો રુંધ્યો એણે અત્યુત્તપ્ત ધૂળે,
પાંખ મારી કરી છે અક્ષમ! — તે છતાંય ધન્ય છું હું
પ્રાણના સમ્માને. આ પારની ક્લાન્ત યાત્રા થંભી જતાં
ઘડી એક પાછો વળી આજે મમ નમ્ર નમસ્કારે
વન્દન કરી હું જાઉં આ જન્મના અધિદેવતાને.
(પ્રાન્તિક)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪